અમારા ગુણવત્તાસભર

ઉત્પાદનો

ઇમામેક્ટીન બેન્ઝોએટ ૧.૯ ઈ.સી.

એમ્બેઝ પાવર

“એમ્બેઝ પાવર દ્વારા ઇયળોનું ઝડપી નિયંત્રણ”

કિટકનાશક 

વપરાશ

એમ્બેઝ પાવરનો ઉપયોગ કપાસમાં જીંડવાની ઇયળો, ડાંગરમાં પાન વાળનાર ઇયળ અને હિસ્પા, સોયાબીનમાં સેમીલુપર, સિંગ કોરી ખાનાર ઇયળ, ગર્ડલ બીટલ અને તમાકુની લશ્કરી ઇયળ, ચણાના પોપટા કોરી ખાનાર ઇયળ, મરચીના ફળ કોરી ખાનાર ઇયળ તેમજ થ્રીપ્સ, ટમેટાના ફળ કોરી ખાનાર ઇયળનાં નિયંત્રણ માટે થાય છે. એમ્બેઝ પાવર જઠરવિષ કિટકનાશક  છે અને વધુમાં વધુ અસરકારકતા માટે ઇયળનાં પેટમાં જવું જરૂરી છે. અસરગ્રસ્ત ઇયળો લકવાગ્રસ્ત થઈ જાય છે. ગણતરીની મિનિટમાં ખાવાનું બંધ કરી દે છે અને ૨-૪ દિવસમાં મરી જાય છે.

છંટકાવ : ૧૫ લિટરના પંપમાં ૨૦ મી.લી. મેળવી પાક ઉપર છંટકાવ કરવો.

અબામેક્ટિન ૧.૯% ઈ.સી.

અબામેક્સ

કિટકનાશક અને કથીરીનાશક

નિમ્ફ અને પુખ્ત વયની કથીરી અને થ્રીપ્સ પર કરે પ્રહાર

“બહોળી અસરકારકતા ધરાવતું કિટકનાશક અને કથીરીનાશક”

લક્ષણો અને ફાયદા:

૧. ટ્રાન્સલેમિનાર ક્રિયા દ્વારા પાનની નીચલી સપાટી સુધી પહોચી કથીરી અને થ્રીપ્સ પર શ્રેષ્ઠ નિયંત્રણ આપે છે.
૨. તાત્કાલિક અને લાંબા ગાળાનું બંને નિયંત્રણ સંભવ.
૩. ફાયટોટોનિક અસરથી છોડનો વિકાસ અને ઉત્પાદનમાં વૃદ્ધિની બેજોડ સંભાવના.
૪. અબામેક્સ એક કુદરતી ઉત્પાદન છે,તેથી સસ્તન પ્રાણીઓ માટે સુરક્ષિત છે.

છંટકાવનો સમય : કથીરી અને થ્રિપ્સના પ્રારંભિક તબક્કામાં મુખ્યત્વે ઇંડા અવસ્થાથી શરૂઆત કરવી. 
છંટકાવ:૧૫ લીટરના પંપમાં ૨૦ મી.લી. અથવા ૧૫૦-૨૦૦ મી.લી./એકર મેળવી પાક ઉપર છંટકાવ કરવો.

સળંગ બે વાર અબામેક્સના છંટકાવ કર્યા પછી અન્ય દવાઓનો છંટકાવ કરવો જેથી અબામેક્સ સામે જંતુનો પ્રતિકારને રોકી શકાય.

એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ

નીમ-x

નીમ આધારીત કિટકનાશક

“સંકલિત કીટક નિયંત્રણ વ્યવસ્થા માટે આદર્શ ઘટક ”

કિટકોને ખાતા અટકાવે, કિટકોને પાકથી દૂર રાખે, કિટકોને ઇંડા મુકતા અટકાવે, કિટકોમાં વિમોચન પ્રક્રિયા અટકાવે, કિટકોની વૃદ્ધિ અટકાવે, કિટકોને નપુંસક બનાવે, કિટકોમાં ખોડ-ખાંપણ પેદા કરે વગેરે જેવા પ્રહારોથી કિટકોનું નિયંત્રણ કરે છે.

વળી, ઉપયોગી પરોપજીવી, પરભક્ષી અને મધમાખી માટે તદ્દન સલામત.

વપરાશ: નીમ-x  ૧૫૦૦ પીપીએમ: ૧૫ લી. ના પંપમાં ૬૦ મી.લી.

જીબ્રેલીક એસીડ ૦.૦૦૧% એલ

ન્યૂટ્રાઝીમ

વૃદ્ધિ નિયંત્રક

જીબ્રેલીક એસીડ અને માઈક્રોન્યૂટ્રિયન્ટથી સમૃદ્ધ વૃદ્ધિ-વિકાસ અને વધારે ઉત્પાદન માટે ઉપયોગી

જીબ્રેલીક એસીડ, પ્રોટીન હાઇડ્રોલાઈઝેટ, દરિયાઈ વનસ્પતિ, સૂક્ષ્મ તત્વો જેવાકે Fe, Mn, Zn, અને Mg નું સંયોજન ધરાવતું ન્યુટ્રાઝીમ દરેક પાકમાં વૃદ્ધિ-વિકાસ અને ઉત્પાદનમાં વધારો કરવા માટે વપરાય છે.

વપરાશ : ૧ લી. પાણીમાં ૩ મી.લી. મેળવી છંટકાવ કરવો. એક પંપમાં ૪૫ મી.લી.

દરેક પ્રકારની રાસાયણિક અને જૈવિક દવાઓ, ફર્ટીલાઈઝર્સ વગેરે સાથે મેળવી છંટકાવ કરી શકાય છે

ટ્રાયકોન્ટાનોલ ઈ.ડબ્લ્યુ. ૦.૧%

મેક્સ-ક્યૂ-લાન

વૃદ્ધિ નિયંત્રક

મેક્સ-ક્યુ-લાન એક વૃદ્ધિ નિયંત્રક છે જેનો ઉપયોગ કપાસ, મગફળી, ડાંગર, શેરડી, બટાટા, શાકભાજી પાક, બાગાયતી પાક, કઠોળ પાક, ગુલાબ, ગલગોટા, જરબેરા જેવા પાકોમાં ઉત્પાદન વધારવા માટે વાપરી શકાય.

 

વિશેષતાઓ અને ફાયદા:

મેક્સ-ક્યુ-લાન છોડની વૃદ્ધિ, વિકાસ, પ્રકાશ સંશ્લેષણ દ્વારા ક્લોરોફીલ, પ્રોટીન સિન્થેસીસ, પાણી અને પોષક તત્વોનો ઉપાડ, નાઇટ્રોજનનું પ્રસ્થાપન, એન્ઝાઇમ પ્રવૃત્તિ, એમિનો એસિડનું પ્રમાણ, સુગર, પ્રોટીન અને જરૂરી ઓઇલનુ બંધારણ, કોષોની કાર્યક્ષમતા, પાક ઉત્પાદનમાં વૃદ્ધિ અને ગુણવત્તા વગેરે જેવા અનેક કાર્યો કરે છે.

વપરાશ : ૧ લી. પાણીમાં ૩ મી.લી. મેળવી છંટકાવ કરવો. એક પંપમાં ૪૫ મી.લી.

જીબ્રેલીક એસીડ ૪૦% ડબ્લ્યુ.એસ.જી.

જીબેક-૪૦

વૃદ્ધિ નિયામક

જીબેક-૪૦  જીબ્રેલીક એસીડ પર આધારિત પાણીમાં ઓગળી જતુ વૃદ્ધિ નિયામક છે.

જીબેક-૪૦ એક ખુબજ ઉપયોગી વૃદ્ધિ વર્ધક છે, જે ફળ, શાકભાજી અને અન્ય પાકમાં ફળનું વજન, કદ અને ઉત્પાદનમાં વધારો કરે છે. સપ્રમાણ વૃદ્ધિ અને વિકાસ માટે ખુબ જ અગત્યનું પ્રોડક્ટ દરેક પાકમાં ફ્લાવરીંગ, બીજનું સ્ફુરણ અને છોડના કોષોનું વિભાગીકરણ અને વૃદ્ધિકરણ માટે વપરાય છે.

વપરાશ : ૨.૫ ગ્રામના એક પાઉચને ૩ થી ૪ પંપમાં મેળવી છંટકાવ કરવો

જ્યારે છોડ અને ફળને વધુમાં વધુ વિકસાવવાની જરૂર હોય ત્યારે બધાજ પાકમાં વાપરી શકાય

બહુહેતુક એડજુવન્ટ

સાસા

સાસા સંપૂર્ણ નોન આયોનિક

સાસા પાણી જેવું સફેદ અને થોડું ઘટ્ટ સંયોજન છે કે જેને અન્ય જંતુનાશક, ફૂગનાશક, નિંદામણનાશક, પ્રવાહી ખાતર અને રસાયણો સાથે મેળવી છંટકાવ કરવાથી દવાનો પાનની સપાટી ઉપર એકસરખો ફેલાવો થાય છે, દવા સારી રીતે ચોટે છે અને પાનની અંદર જઈ વધારે સક્રિય બનીને કામ કરે છે.

વપરાશ : ૧૫ લી. ના પંપમાં ૫ મી.લી., ૨૦૦ લી. ના બેરલમાં ૫૦ મી.લી.

સાસા નો ઉપયોગ દરેક પાક માટે ફાયદાકારક છે. ખાસ કરીને ફળ પાકમાં છંટકાવ દૂર ઉંચે સુધી કરવાનો હોવાથી પાણીના બિંદુનું કદ મોટુ હોય છે. આ મોટા કદના બિંદુઓ પાનની સપાટી ઉપર પડતા જ પ્રસરી જાય છે. આથી દવાનું પ્રમાણ થોડું ઓછું હોય તો પણ જો સાસા નો ઉપયોગ કર્યો હોય તો દવાની અસરકારકતા ખુબ જ વધી જાય છે. આ ઉપરાંત અન્ય પાક કે જેની પાનની સપાટી પાણીને પકડી શકતી નથી તેવા પાક માટે પણ સાસા ખુબ જ ઉપયોગી છે.

ટ્રેપ અને બ્લોક

મેક્સ ફ્લાય બ્લોક અને ટ્રેપ

ફળમાખીના નિયંત્રણ માટે
લાંબા સમય સુધી અસરકારક

મિથાઈલ યુજીનોલ બ્લોક આંબા, જમરૂખ, ચીકુ, દાડમ, કેળ, બોર, લીંબુ, સંતરા વગેરે પાકમાં અને ક્યુલ્યુર બ્લોક વેલાવાળા શાકભાજી, સક્કરટેટી, તરબૂચમાં વપરાય છે. પાક પ્રમાણે બ્લોક પસંદ કરવા.

વપરાશ : ફળમાખીના નિયંત્રણ માટે એક એકરમાં ૫ ટ્રેપ અને ૫ બ્લોક ગોઠવો.

મેક્સ ફ્લાય બ્લોક – “નર માખીનો નાશ કરી પ્રજનન અટકાવે”

વેલાવાળા / કુકરબીટ પાક માટે ક્યુલ્યુર બ્લોક
ફળ પાક માટે મિથાઇલ યુજીનોલ બ્લોક

મેક્સ સ્ટીકી ટ્રેપ

દવાના છંટકાવ ઓછા 

યલ્લો મેક્સ સ્ટીકી ટ્રેપ મોલો, સફેદ માખી, થ્રીપ્સ અને લીફ માઇનર તેમજ અન્ય ચૂસિયા કિટકોનું અસરકારક નિયંત્રણ કરે છે.

બ્લુ મેક્સ સ્ટીકી ટ્રેપ થ્રીપ્સ અને કથીરી જેવા ચૂસિયા કિટકોનું અસરકારક નિયંત્રણ કરે છે.

વપરાશ: યલ્લો અને બ્લુ સ્ટીકી ટ્રેપ એક એકરે ૧૫ થી ૨૫ લગાવવી.